પ્રોડક્ટ્સ માટેના નિયમો
1. રાધે ઇમિટેશનનું માર્કિંગ પ્રોડક્ટ પર છે કે નહીં તેની ચકાસણી કરીને જ પ્રોડક્ટની ખરીદી કરવી.
2. આપણા ઘરેણાંને સ્પ્રે, હેર-ડાઇ, વેલ્વેટ, સાબુ તથા કોઈપણ પ્રકારના કેમિકલથી બચાવીને રાખવા.
3. કોઈપણ ઘરેણાંને રીપોલિશ (ફ્રેશ) કરાવ્યા બાદ ગ્રાહકે એ બાબતનું ધ્યાન રાખવું કે તેની ફિનિશિંગ/શાઇનિંગ પહેલા જેવી નવી જેવી ન પણ આવે.
4. ઘરેણાંની કોઈપણ સર્વિસ જેવી કે રોડિયમ, મીનાકારી, લેમિનેશન, ડાયમંડ, કલર તથા રીપોલિશ માટે 15 થી 20 (કાર્યકારી દિવસો) નો સમય લાગશે અને દરેક નાની-મોટી સર્વિસ ચાર્જેબલ રહેશે.
5. જો ઘરેણું રિપેર થઈ શકે તેમ હશે તો જ તેને રિપેરિંગ માટે સ્વીકારવામાં આવશે.
6. કોઈપણ ઘરેણું તૂટેલું/ભાંગેલું હોય, તેના પર કેમિકલના ડાઘા હોય અથવા કોઈપણ પ્રકારની છેડછાડ કરેલી હોય તો તે ઘરેણું પરત લેવામાં આવશે નહીં, જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી.
7. એકવાર ઓર્ડર આપ્યા બાદ અથવા ગ્રાહક દ્વારા વસ્તુ ખરીદી લીધા પછી દાગીનો પરત લેવામાં આવશે નહીં. જો દાગીનો પરત કરવો હોય, તો નિયમ મુજબ પેમેન્ટના 35% પાછા આપવામાં આવશે, જેની ગ્રાહકે ખાસ નોંધ લેવી.
8. ખાસ નોંધ:- કૃપા કરીને પાર્સલ કે કુરિયર લેતી વખતે વિડિયો બનાવવો, જે તમારા માટે સરળ રહેશે. ડિલિવરી વખતે જો ઘરેણાંમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કે તૂટફૂટ થયેલ હોય, તો વિડિયો પ્રૂફ હશે તો જ તે માન્ય ગણાશે.
9. વેચેલ માલ બિલ વગર કોઈપણ સંજોગોમાં પરત લેવામાં આવશે નહીં.
10. નોંધ:- અમારા ઘરેણાં પરત આપતી વખતે બિલ સાથે લાવવું ફરજિયાત છે. પેમેન્ટ 3 થી 5 (કાર્યકારી દિવસો) ની અંદર કરી આપવામાં આવશે અને ગ્રાહકે પેમેન્ટ લેવા માટે રૂબરૂ દુકાને આવવાનું રહેશે અથવા (NEFT) દ્વારા આપવામાં આવશે.
11. અમારા ઘરેણાંના બિલ બન્યા પછી ગમે ત્યારે પરત આપવામાં આવે તો 35% લેખે આજીવન (LIFETIME) પેમેન્ટ પાછું મળશે.
12. નો ગેરેંટી, નો વોરંટી.
13. ઓર્ડર આપતા પહેલા પ્રોડક્ટ જોઈ અને તપાસીને લેવી.
14. ન્યાયક્ષેત્ર રાજકોટ શહેર રહેશે.
15. નો એક્સચેન્જ (કોઈ ફેરબદલી નહીં).
16. જો કોઈ કારણોસર ઓર્ડર આપેલ વસ્તુ બની શકે તેમ ન હોય, તો ગ્રાહકને પેમેન્ટ રિટર્ન કરી આપવામાં આવશે.